વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બસ સ્ટેન્ડમાં સુરેન્દ્રનગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ ગઇકાલે જાલીડા ગામના હાઇવે ઉપર આવેલ પીકઅપ બસ સ્ટેન્ડમાં ભાવુબેન રાકેશભાઇ (ઉ.વ.-28, રહે. હાલ કાનપુર, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર) એ ઝેરી દવા પી જતા તેનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકને તેમના જ ગામમાં રહેતા મહેશભાઇ હિરાભાઇ સાથે પ્રેમસંબંધ હતો. તેમજ તેનો લગ્ન ગાળો 8 વર્ષનો છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..