મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આજે સાક્ષરતા દિવસની સાથોસાથ ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યાના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ હતી. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિવસ નિમિત્તે તેમજ ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ આમ બંને પ્રસંગોને યાદગાર બનાવવા આજે તા. ૮ના રોજ ક્લબના બહેનો દ્વારા જય હરી સ્કૂલના ગ્રાઉન્ડમાં આજુબાજુના પછાત વિસ્તારના બાળકોને અક્ષરજ્ઞાન આપી કેક કટિંગ કરી અને આ બાળકોને માસ્કનું વિતરણ, લેટરપેડ તથા શૈક્ષણિક કીટ આપી બાળકોના ભાવિ ઉજ્જવળ બને તેવા પ્રયાસો કરેલા હતા. કેક કટિંગ કરતી વખતે આ બાળકોના ચહેરા ઉપર અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, પૂજાબેન પારેખ, પ્રજ્ઞાબેન ગોસ્વામી, મનિષાબેન ગણાત્રા, રેખાબેન મોર, કવિતાબેન મોડાની તથા લક્ષ્મીબેન પ્રજાપતિ સહિત અન્ય સભ્યોએ હાજરી આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..