હળવદ : તાજેતરમાં હળવદમાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાઈ ગયો હતો. જેમાં સાહિત્ય, ચિત્રકલા અને સંગીત કલાની વિવિધ બેતાલીસ જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમા અ વિભાગની વિવિધ સ્પર્ધાઓ જેમ કે વકતૃત્વ સ્પર્ધામાં તક્ષશિલા સ્કુલની સોલંકી જિજ્ઞાસા, નિબંધ સ્પર્ધામા પરાડિયા લિંબા, ચિત્રકલા સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ ઝાલા અને લોકવાદ્ય સંગીતમાં રાઠોડ વિશાલે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે ૧૯થી ૩૦ વર્ષની કેટેગરીમાં બ વિભાગની લગ્નગીત સ્પર્ધામાં તક્ષશિલા બી. એડ. કોલેજના તાલીમાર્થીઓ પારેજીયા માધવીબેન અને ગ્રુપ, હળવુ કંઠ્ય સંગીતમાં મોરી ગૌતમ ફર્સ્ટ રેન્ક પર રહ્યા હતા. જ્યારે સીધી રાજ્યકક્ષાએ ઓનલાઇન થનાર લોકનૃત્ય સ્પર્ધામાં કૈલા જૂલી એન્ડ ગ્રુપ, ભજન સ્પર્ધામાં વાનાણી શક્તિ, લોકવાર્તા સ્પર્ધામાં કલોલા યશ, સમૂહ ગીત સ્પર્ધામા ટાપરિયા હિતેષા એન્ડ ગ્રુપે પ્રથમ નંબર મેળવી તક્ષશિલા સ્કુલ અને કોલેજનુ ગૌરવ વધાર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી નિયતિબેન અંતાણી અને મારુનિયા જયંતિ સરે કર્યુ હતું. શાળાના ટ્રસ્ટી રમેશ કૈલા અને રોહિત સિણોજિયાએ વિજેતા સ્પર્ધકોને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..