મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં મારમારીની ઘટનામાં સામસામી ફરિયાદ મોરબી : મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં રસોઈનો એંઠવાડ અને મૂરધીમટનનો કચરો ફેંકવા મામલે બે પડોશીઓ વચ્ચે જામી પડી હતી અને બન્ને પાડોશી પરિવારો વચ્ચે મારમારી થઈ હતી. આ ઘટના અંગે બન્ને પાડોશી પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી–ર ગાંધી સોસાયટી પાસે આવેલ મફતીયાપરામાં રહેતા હિતેષભાઇ પ્રેમજીભાઇ બોસીયા (ઉવ-૨૨) એ તેમના પાડોશી નટવરભાઇ હમીરભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૬ ના રોજ સવારના આઠ સાડા આઠ વાગ્યાની આસપાસ મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટી પાસે આવેલ મફતીયાપરામા નટવરભાઇ હમીરભાઇ સોલંકીના રહેણાક મકાન સામે જાહેર શેરીમા આરોપીના પરીવાર દ્રારા રસોઇનો એઠવાડો તથા પાણી ઢોળવા બાબતે ફરીયાદી આરોપીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ ફરી.ને બેફામ ગાળો દઇ ઝધડો કરીને ઝપાઝપી કરીને આરોપીએ પોતાના હાથમા રહેલ ઇંટ ફરીને મારતા ફરીને માથામા મુંઢ ઇજા કરી હતી. સામા પક્ષે નટવરભાઇ હમીરભાઇ સોલંકી (ઉવ-૫૧)એ આરોપી હિતેષભાઇ પ્રેમજીભાઇ બોસીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના રહેણાક મકાનની બહાર જાહેર શેરીમા આરોપી દ્રારા મુરધીમટનનો કચરો નાખતા હોય, જેથી ફરીયાદી દ્રારા આરોપીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બેફામ ગાળો દઇ ઝધડો કરીને આરોપીએ લાકડી વડે ફરીયાદીને માર મારતા ફરીયાદીને ડાબા હાથમા ઇજા થઈ હતી. આ બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..