ટંકારા : ટંકારામાં રહેતા એક વ્યક્તિને ટંકારામાં છોટા હાથી ટેમ્પોના માલિકને હેવી ટ્રકનો મેમો મળતા તંત્રનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ટંકારામાં રહેતા ગોરધનભાઈ ખોખાણી છોટા હાથી ટેમ્પો ધરાવે છે. તેઓ થોડા દિવસોથી છોટા હાથી ટેમ્પો લઇ ગામની બહાર નથી નીકળ્યા પરંતુ તેને રાજપીપળા બાયપાસ, છોટા ઉદયપુરના સરનામાંવાળો હેવી ટ્રકનો રૂ. 1000ના દંડ માટેનો મેમો મળ્યો છે. આમ, ગુજરાત મોટર વાહન વિભાગે ઓનલાઈન વધુ એક ભાંગરો વાટયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..