છએક માસ પૂર્વે વેપારી કોરોના રસી મુકાવા જતા હતા ત્યારે સાગરિત પાર્થની ટીપથી અપહરણનો પ્રયાસ કર્યો હતો : ખંડણી માંગવાના બનાવથી વેપારીઓમાં ફફડાટ હળવદ : વેપાર ધંધા માટે સલામત ગણાતા હળવદ તાલુકામાં માર્કેટિંગ યાર્ડના વેપારી પાસેથી કોઈપણ જાતના કારણ વગર ખંડણી માંગવાના ચકચારી બનાવ બાદ આજ આરોપી અને ખંડણી માંગવામાં મહત્વની ભૂમિકા ભજવી માથાભારે શખ્સને ટિપ્સ આપી ભોગ બનનાર અંગે તમામ માહિતી આપનાર પાર્થ નામના શખ્સ અને ખંડણીખોર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પાંચથી છ માસ પૂર્વેના બનાવામાં અપહરણનો પ્રયાસ અને ખૂની ધમકી આપવા મામલે વધુ એક ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી પાસેથી રૂપિયા નેવું લાખની ખંડણી માંગવા પ્રકરણમાં ગુન્હો નોંધાયા બાદ નવા ઇશનપુર ગામે રહેતા વેપારીના પિતા ડાયાભાઇ લવજીભાઇ પરમારે કોંઢ ગામના જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા તેમજ હળવદના પાર્થભાઇ અશોકભાઇ લુવાણાં વિરુદ્ધ પાંચેક માસ પૂર્વે ફરિયાદીના પુત્ર કોરોના રસી મુકાવવા જતા હતા ત્યારે વેગડવાવ રસ્તે રેલ્વે ફાટક નજીક આરોપી જસપાલસિંહ અને તેનો મિત્ર પાર્થભાઇ એ ફરીયાદીના પરીવારને પૈસા બાબતે બોલાચાલી કરી બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરીયાદીના પરીવારને જાનથી મારી નાખવા બાબતની ધમકી આપી હોવાની વધુ એક ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જશપાલસિંહની અટકાયત કરી છે. વધુમાં ફરિયાદી ડાયાભાઈએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી જસપાલસિંહએ ફોન કરી ફેમેલીનું એકાદુ મેમ્બર ઓછો થઇ જશે તેવી ટેલીફોનીક ધમકી આપી ધરના દરવાજે આવી ડાયાભાઈ તથા પરીવારના સભ્યો પાસે જઇ રૂપીયાની ઉઘરાણી બાબતે જેમ ફાવે તેમ ગાળો આપેલ અને તેમના પુત્ર દિનેશભાઇનેમારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુખી સંપન્ન પરિવારને નિશાન બનાવી ખંડણી માંગવાના આ ચકચારી પ્રકરણમાં હળવદના પાર્થ અશોક લોહાણાની ભૂંડી ભૂમિકા હોવાનું અને ખંડણીખોરને વેપારી પરિવારનું ઘર બતાવવાથી લઇ અન્ય માહિતી પાર્થ તેમજ અન્ય શખ્સોએ પુરી પાડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ખંડણી પ્રકરણમાં હજુ પણ હળવદના અન્ય વ્હાઈટ કોલર તત્વોના નામ ખુલે તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે. જો કે, આ ચકચારી પ્રકરણમાં પોલીસે કડક હાથે કામગીરી કરતા વેપારીઓમાં રાહત ફેલાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..