મોરબી : મોરબી શહેરમાં પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક સખ્સને પકડી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર મદીના પેલેસવાળી શેરીમાં ગઇકાલે જીલાનીભાઇ કાસમભાઇ ચૌહાણને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની મેકડોવેલ્સ સુપીરીયર વ્હિસ્કિ તથા એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની 6 બોટલો (કિ.રૂ. 1800)ના વેચાણ કરવા અર્થે રાખેલ મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટક કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..