મોરબી : જુનાગઢના મંગલધામ વીસ્તારમાં રહેતા યુવાન વકીલ નીલેશભાઈ દાફડાની અજાણ્યા ઈસમો દ્વારા ગળામાં છરીના ઘા મારી ફુર અને ઘાતકી હત્યા કરવામાં આવેલ હોય, આ બનાવ અંગે રોષ દર્શાવવા મોરબી બાર એશોસીએશન આજે કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે. ગઈકાલે મોડી રાતે જુનાગઢના મંગલધામ વીસ્તારમાં રહેતા યુવાન વકીલ નીલેશભાઈ દાફડાની અજાણ્યા ઈસમો દ્વારા ગળામાં છરીના ઘા મારી ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવેલ હોય. મોરબી બાર એશોસીએશનને આ બનાવને વખોડી કાઢવાનું અને જુનાગઢ બાર એશોસીએશનને સંપુર્ણ ટેકો આપવાનું નકકી કરેલ છે. અને સરકારને એડવોકેટ પ્રોટેકશન બીલ તાત્કાલીક અસરથી અમલમાં આવે તેવી માંગ કરી છે. તેમજ આ બનાવ અનુસંધાને મોરબી બાર એશોસીએશનના તમામ સભ્યો આજે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે તેમ પ્રમુખ દિલીપભાઈ અગેવાણીયા અને સેક્રેટરી મહાધરભાઈ દવેની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..