મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, દિયર, સાસુ અને સસરા વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : ભાવનગર જિલ્લાના મહુવા ગામે સાસરું ધરાવતી મોરબીની પરિણીતાને અધૂરા માસે જન્મેલ બાળક અવાર-નવાર માંદુ પડી જતું હોવા ઉપરાંત કરિયાવર અને જીયાણા મુદ્દે પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારી મારકૂટ કરાતા મોરબી મહિલા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શક્તિ સોસાયટી -૨ રવાપર રોડ નરસંગ ટેકરી મંદીરની પાછળ માવતરના ઘરે રહેતા કોમલબેન વિવેકભાઈ કુબાવતના લગ્ન મહુવા મુનીનગર સોસાયટી સ્વામીનારાયણ ચોક “મંગલમુર્તી’’ ખાતે રહેતા વિવેકભાઈ હરેશભાઇ કુબાવત સાથે થયા બાદ લગ્નજીવન દરમિયાન દિકરો વિદિત અધુરા માસે જન્મેલ હોય જેથી શારીરિક ખામી હોવાના કારણે અવારનવાર બીમાર પડી જતો હોવાથી તેમજ કરિયાવર તથા જીયાણાની વસ્તુ બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે પતિ સહિતના સાસરિયાઓ દ્વારા શારિરીક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા મહિલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. વધુમાં કોમલબેનની ફરિયાદને આધારે પોલીસે (૧) વિવેકભાઈ હરેશભાઈ કુબાવત (પતિ) (૨) હરેશભાઈ રામકૃષ્ણ કુબાવત (સસરા) (૩) કુંદનબેન હરેશભાઈ કુબાવત (સાસુ) (૪) જયદિપભાઈ હરેશભાઈ કુબાવત (દિયર) (રહે. બધા મહુવા, મુનીનગર સોસાયટી, સ્વામીનારાયણ ચોક, 'મંગલમુર્તી') વિરુદ્ધ IPC કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..