ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટર જે.બી. ૫ટેલ દ્રારા અનુરોઘ મોરબી : મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં આર્યન4 ફોલીક એસીડ4 વિટામીન બી-૧૨ જેવા પોષક તત્વોની ઉણ૫ ન રહે તે માટે ભારત સરકારના ભારતીય ખાદ્ય નિગમ (ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) ના નિર્ણય મુજબ મઘ્યાહન ભોજન યોજનામાં ફોર્ટીફાઇડ રાઇસ એટલે કે પોલિશ્ડ કાચા ચોખા અથવા પોલિશ્ડ પારબોઇલ્ડ ચોખા જેને ચોખાના આકારના દાણા સાથે પ્રમાણસર ભેળવવામાં આવે છે. જે ભારત સરકારના ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટીના ઘોરણો અનુસાર આવશ્યક વિટામીન્સ અને ખનીજોથી સજજ હોય છે. જેથી બાળકોના આહારમાં ફોર્ટીફાઇડ ચોખાનો ઉ૫યોગ કરવા જણાવેલ છે. જો કે કેટલાક તત્વો આ ચોખા પ્લાસ્ટિકના હોવાનો દુષ્પ્રચાર કરતા હોય લોકોને ગેરમાર્ગે ન દોરાવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે. સામાન્ય ચોખાને વ૫રાશમાં લેતા ૫હેલા પીરસવાથી પોલિશ્ડ કરવાથી વિટામીનો નાશ પામે છે જયારે ચોખાનું ફોર્ટીફીકેશન કરવાથી ખોવાયેલ સુક્ષ્મ તત્વોને જેવા કે આર્યન4 જીંક4 ફોલીક એસીડ4 વિટામીન બી-૧૨4 વિટામીન-એ ઉમેરાય છે. ફોર્ટીફાઇડ ચોખા રાંઘવાથી પોષક તત્વો જળવાઇ રહે છે અને આ ફોર્ટીફાઇડ ચોખામાંથી બનાવેલ વાનગીઓ જેવી કે બાફેલા ચોખા, પુલાવ, બીરીયાની જેવી વાનગીઓનો રંગ બદલાતો નથી. મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મઘ્યાહન ભોજન યોજનામાં પીરસવામાં આવતા ભોજનમાં તેમજ કોવિડ-૧૯ના સમયગાળા દરમ્યાન શૈક્ષણિક કાર્ય બંઘ રહેતા ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં વિતરણ કરવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટર જે.બી. ૫ટેલ દ્રારા અનુરોઘ કરવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..