મોરબી નગર ફરતો રીંગ રોડ બનાવવા, મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવા સહિતના સુઝાવોનું અમલીકરણ કરવા માંગ મોરબી : મોરબી શહેર હાલ ટ્રાફીક સમસ્યાથી પીડાઈ રહ્યું છે. શહેરીજનો ટ્રાફીક સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે. તેનાં નિરાકરણ માટે માસ્ટર પ્લાન સાથે મોરબીના સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને મોરબી નગર ફરતો રીંગ રોડ બનાવવા, મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવા સહિતના સુઝાવોનું અમલીકરણ કરવા માંગ કરી છે. મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તેઓએ માસ્ટર પ્લાન રજૂ કરતા જણાવ્યું હતું કે, મોરબી નગર ફરતો રીંગ રોડ બનાવવો, મોરબી બાયપાસ પાર્ટ ૧–૨–૩–૪ વહેલી તકે પૂર્ણ કરવાં જેથી ઔદ્યોગીક હેતુ માટે હેવી વાહનો બારોબાર જ જતાં આવતાં રહે. મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવા જેમાં જુના સ્મશાન થી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ. ભડીયાદ રોડ થી લીલાપર રોડ, નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાને લગતાં પ્રોજેકટ વહેલી તકે પૂર્ણ કરવા, ઓવરબ્રીજ નવા બનાવવા જેમાં નટરાજ ફાટક વાઘજી બાપુના બાવલા પાસે, ઉમીયા સર્કલ ઓવરબ્રીજ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની માંગ કરી છે. આ ઉપરાંત મોરબીથી જેત૫૨, મોરબીથી હળવદ ફોરલેન કામ વહેલી તકે ચાલુ થાય, રોડ મંજુર થયેલ છે. તેમજ બહાર આવન જાવન માટે જુના ઓવરબ્રીજનાં કામ વહેલી તકે પૂર્ણ થાય, આર.ટી.ઓ. ઓવરબ્રીજ, ભકિતનગર સર્કલ ઓવરબ્રીજ શનાળા બાયપાસ પાસે, મોરબી નજીકનાં ગામોને જોડતાં ગાડા માર્ગ વહેલી તકે આર.સી.સી. રોડ બનાવવા, જેવા કે રાજપર – વીરપર – લજાઈ – રાજપર વિગેરે અને મેઈન રોડથી ગાડા માર્ગ શકય હોય તેટલાં વધુમાં વધુ બનાવવા (ગ્રામ્ય) જેથી વાહનોને ગાડા માર્ગનાં રસ્તે યુટીલાઈઝ કરી શકાય. મોરબીનાં નગરજનોનાં દ્વારા રાજય સરકારને ટેકસ દ્વારા બહોળા પ્રમાણમાં આવક થાય છે. સરકાર પણ તે દિશામાં પ્રયત્નશીલ છે કે નગરજનોનાં રોડ રસ્તાની સારી સુવિધા મળે તેથી ઉપરોકત સુચનો માન્ય રાખવા તેમજ વહેલી તકે તેનું અમલીકરણ થાય તો જ મોરબી નગરની ટ્રાફીક સમસ્યા હલ થશે. સમય, પેટ્રોલ, ડીઝલની બચત થશે. નગરજનો સમયસર નિર્ધારીત સ્થળે પહોંચી શકશે, અકસ્માતો નિવારી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..