અગાઉ ઠાલવવામાં આવેલો પથ્થરોનો ઢગલો હજુ હટ્યો નહિ, ત્યાં સામેની બાજુ ફરી પથ્થરોનો ખડકલો મોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ઓવરબ્રિજના રોડ ઉપર પથ્થરોના કાટમાળ ઠાલવી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હજુ એક ઢગલો હટ્યો નથી. ત્યાં કોઈક બીજો ઢગલો ખડકી જતા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર દરરોજ મોટી સંખ્યામાં વાહનની અવરજવર થાય છે. તેમ છતાં કોઈ અજાણ્યો ટ્રક ચાલક અહીં રોડ ઉપર પથ્થરનો કાટમાળ ઠાલવી ગયો હતો. જો કે તંત્રએ આ ઢગલો ઠાલવી જનારને પકડવાની તસ્દી પણ ન લીધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હજુ તો આ ઢગલો યથાવત છે ત્યાં સામેની બાજુમાં જ ફરી ટ્રક ચાલક બીજો ઢગલો ઠાલવી જતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ મંડરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઓવરબ્રિજની બાજુમાં જ બી ડિવિઝન પોલીસ મથક આવેલું છે. તેમ છતાં કોઈ ટ્રક ચાલક રોડ ઉપર વાહન ચાલકોને નડતરરૂપ બને તે રીતે પથ્થરોના કાટમાળ બેખૌફ રીતે ઠલવી જઈ રહ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું પોલીસ કે પાલિકા આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ? મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..