મોરબી : મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણમાસના અંતિમ દિવસે ધ્વજા મહોત્સવની સાથે સાંજે મહાઆરતી અને ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વિપુલભાઈ પ્રજાપતિ, યોગેશભાઈ મકવાણા, રાહુલભાઈ મકવાણા અને મેહુલભાઈ મકવાણા સહિતના કલાકારો ધૂન-ભજનની રમઝટ બોલાવશે. જેથી ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા યાદીમાં જણાવાયુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..