ગુજરાત એસ.ટી. નિગમના મેનેજીંગ ડિરેક્ટરને લેખિત ફરિયાદ કરતા ખળભળાટ મોરબી : મોરબી એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર ડ્રાઇવરે અધિકારીઓ અને યુનિયન અગ્રણીઓના ત્રાસને કારણે રાજીનામુ ધરી નિગમના એમડીને સ્ફોટક પત્ર લખતા સનસનાટી મચી જવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહએ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને યુનિયન અગ્રણી એવા અધિકારી, કર્મચારીના માનસીક, આર્થિક, શારિરીક ત્રાસથી કંટાળી નોકરીમાંથી રાજીનામું ધરી રહ્યા હોવાનું જણાવી મોરબી ડેપોમાં ચાલતા અંધેર વહીવટ અંગે ફરિયાદ કરી છે. વધુમાં મોરબી ડેપોમાં યુનિયન અગ્રણી એવા પાંચ અધિકારી-કર્મચારીઓ દ્વારા વિના કારણે હેરાન પરેશાન કરતા હોવાનું અને જે તે સમયે મીડિયા દ્વારા ડેપોની ધક્કા ગાડી અંગે કરાયેલા કવરેજ સમયનો ખાર રાખી ખોટી રીતે હેરાન કરી બદલી કરાવી હોવાનું અને પુત્રી બીમાર હોવા છતાં હેરાનગતિ થાય તેવી રીતે ફરજ સોંપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. રજૂઆતના અંતે મોરબી ડેપોમાં યુનિયન અગ્રણીઓની દાદાગીરી ઉપરાંત યુનિયન અગ્રણીઓના મળતિયા દ્વારા ડયુટીલિસ્ટ બનાવવામાં પણ વ્હાલા-દવલાની નીતિ અખત્યાર કરી કર્મચારીઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..