મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત સફળ ભર ચોમાસે માળીયા પંથકની નર્મદા કેનાલની સફાઈ કરવા પણ તાકીદ મોરબી : માળિયાના ખેડૂતોને સિંચાઈ પ્રશ્ને થઇ રહેલા અન્યાય વચ્ચે ટૂંક સમયમાં જ રૂપિયા ચાર કરોડથી વધુના ખર્ચે મચ્છુ-4 ડેમ નિર્માણ કરવામાં આવશે.મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરેજના પ્રયત્નોને પગલે મચ્છુ-4 ડેમને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. બીજી તરફ માળીયા સુધી નર્મદા યોજનાના પાણી પહોંચવામાં કેનાલમાં કચરાના થર જમ્યા હોય ભર ચોમાસે નર્મદા કેનાલને સાફ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાનાં રાસંગપર ગામ પાસે મચ્છુ નદી પર મચ્છુ – ૪ ડેમ બાંધવા અંગે ચાલતી કાર્યવાહીને વેગવંતી બનાવવા મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ સિંચાઈ વિભાગમાં ફોલોઅપ કરતા હાલ મચ્છુ – ૪ ડેમમાં ડી.ટી.પી. મંજૂરીના સ્ટેજે અને ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવું તેમને જાહેર કર્યું છે. વધુમાં મચ્છુ-4 યોજનામાં અગાઉ આ કામને તાંત્રીક મંજૂરી અપાવવા સફળતા મળી હોવાનું ઉમેરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આ સિંચાઈ યોજનાથી રાસંગપર, વિરવદરકા અને નવાગામ સહિત ૨૦૦ હેક્ટર જેટલી જમીનોને ઉદવહન સિંચાઈનો લાભ મળશે. અંદાજે રૂ. ૪ કરોડ ૭ લાખના ખર્ચે આ મચ્છુ – ૪ ડેમ બાંધવામાં આવશે જેનો માળીયા (મીં) તાલુકાના આ ત્રણ ગામના ખેડૂતોને ઉદવહન દ્વારા સીંચાઈનો લાભ મળશે. દરમિયાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નર્મદાની માળીયા (મીં) બ્રાન્ચ કેનાલને તાકીદે સાફ કરવા પણ નર્મદા નિગમના મુખ્ય ઇજનેરને તાકીદ કરી છે. જે કામ પણ તાત્કાલિક હાથ ધરાશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં ખેડૂતોને સીંચાઈનો લાભ મળે તે માટે ધારાસભ્ય સતત જહેમત ઉઠાવી રહ્યા છે. ચાલુ ચોમાસામાં પણ વરસાદ ખેંચાતા બે વખત નર્મદાની માળીયા (મીં) બ્રાન્ચ કેનાલમાં છેક છેવાડાના ગામો સુધી સીંચાઈનું પાણી ઉપલબ્ધ્ધ કરાવવામાં પણ સફળ પરિશ્રમ ઉઠાવેલ હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..