યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ મહાદેવ મંદિર (શકર આશ્રમ) દ્વારા આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવાર અને સોમવતી અમાસના ત્રિવેણી સંગમ નિમિત્તે શિવજીની આરાધના 300 જેટલા સ્વયં સેવકોએ ત્રણ દિવસના અથાક પ્રયાસોથી આશરે છ ટન માટીમાંથી સવા લાખ શિવલિંગનું સર્જન કર્યું : શિવલિંગ બનાવવામાં મુસ્લિમ લોકોએ જોડાઈને કોમી એકતાની મિશાલ કાયમ કરી મોરબી : જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ) દ્વારા મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન શિવજીની સવા લાખ શિવલિંગ બનાવીને આરાધના કરવામાં આવી હતી. ખાસ કરીને આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવાર અને સોમવતી અમાસના ત્રિવેણી સંગમ નિમિત્તે શકર આશ્રમ ખાતે સવા લાખ શિવલિંગ અર્પણ કરીને શિવજીની આરાધના કરાઈ હતી. અંદાજે 300 જેટલા સ્વયં સેવકોએ ત્રણ દિવસના અથાક પ્રયાસોથી આશરે છ ટન માટીમાંથી સવા લાખ શિવલિંગનું સર્જન કર્યું હતું અને આજે શિવજીની મહાપૂજા કરીને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. મોરબીમાં સર્વધર્મ સમભાવ અને દેશહિત માટે સદાય લોક કલ્યાણના કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતીની જેમ આજે પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે સોમવાર અને સોમવતી અમાસ એમ ત્રિવેણી સંગમના પાવન અવસરે શિવ ભક્તિનો અનેરો મહિમાગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ)ના સહયોગથી આજે શિવ ભક્તિના આહલેક જગાવી ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી હતી. ખાસ કરીને મોરબી શહેરમાં પ્રથમ વખત સવા લાખ જેટલા શિવલિંગ બનાવીને આ સોમવારે સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ)માં અર્પણ કરીને ભગવાન ભોળાનાથની સવિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા અને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના કરી હતી. આ તકે યંગ ઇન્ડીયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય અને આ દિવસે સોમવાર તેમજ સોમવતી અમાસ હોવાથી આજના પવિત્ર દિવસે ભગવાન શિવજીની સાચા દિલથી પૂજા કરવામાં આવે તો શિવજી ગમે તેવા સંકટમાંથી આપણને સાંગોપાંગ પાર ઉતારે તેવી ધાર્મિક માન્યતા છે. આથી હાલ વિશ્વમાં કોરોના સંકટને કારણે આર્થિક મંદી તેમજ લોકોનું સુખ ચેન હણાઈ ગયું છે. તેથી શિવજી લોક કલ્યાણની ભાવના માટે આ સંકટમાંથી સાંગોપાંગ પાર ઉતારે તેવા હેતુસર આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર અને મહંત ગુલાબગિરી ગૌસ્વામીના સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિરે સવા લાખ શિવલિંગની મહાઆરતી, પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આજે આ શિવિજીની પૂજામાં કોમી એકતાનો નજારો જોવા મળ્યો હતો.જેમાં શિવલિંગનું સર્જન કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. મુસ્લિમ સમાજના લોકોએ શિવલિંગ બનાવના કાર્યમાં પોતાનો સહયોગ આપીને શિવજી પ્રત્યેની ભક્તિભાવના વ્યક્ત કરી કોમી એકતાની મિશાલ કાયમ કરી હતી. આ ઉપરાંત મોરબી સબ જેલના કેદીઓએ પણ શિવજીનો પૂજાપો બનાવ્યો હતો.આ કેદીઓએ જેલમાં રહીને પૂજાપો બનાવીને શિવજીની આરાધના કરી હતી. સતત ત્રણ દિવસથી યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરો, મહિલા વિંગના સભ્યો, અન્ય મહિલા મંડળો તેમજ સ્વયં સેવકો અને નીલકંઠ મહાદેવ મંદિર સહિત આશરે 300 જેટલા સ્વંય સેવકો દ્વારા આચારે છ ટન માટીમાંથી સવા લાખ શિવલિંગનું સર્જન કરવામાં આવ્યું હતું. આ રીતે સમગ્ર મોરબીવાસીઓએ આજે શિવજીની આરાધના કરતા અલોકીક વાતાવરણ સર્જાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..