અંત્યોદય યોજના અને બીપીએલ યોજના હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને નજીકની ગેસ એજન્સીમાં આધાર-પુરાવા જમા કરાવવા અનુરોધ મોરબી : ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત માન.પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ હોય મોરબી જિલ્લામાં અંત્યોદય યોજના અને બીપીએલ યોજના હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને નજીકની ગેસ એજન્સીમાં આધાર-પુરાવા જમા કરાવવા ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપપરાએ અનુરોધ કર્યો છે. ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપાપરાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ છે. વધુમાં આ માટે “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના અંત્યોદય તથા બીપીએલ કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલીજી ગેસ કનેકશનનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમની નજીકની ગેસ એજન્સીમાં વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવા અને મોરબી જિલ્લાને “કેરોસીન મુકત' જિલ્લો બનાવવા માટે અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..