હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની શિક્ષકે લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની સંઘાણી વિશાલકુમાર જગજીવનભાઈ હાલ ચોટીલા તાલુકામાં કાળાસર અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેને મોરબી જિલ્લામા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ શિક્ષક દિન નિમિતે વક્તૃત્વ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવેલ છે. તેમને ગામ અને પરિવારનું નામ રોશન કરવા બદલ પરિવારના સભ્યોએ તથા શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..