કોરોના મહામારીથી બચવા તમામ ગ્રામજનોએ પ્રથમ ડોઝ મેળવી લીધો મોરબી : કોરોના મહામારીથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે ત્યારે મોરબી તાલુકાના જોધપર નદી ગામના જાગૃત તમામ ગ્રામજનોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી સુરક્ષિત બન્યા છે. અને ક્રમશ: બીજો ડોઝ પણ જાગૃત બનીને લઇ રહ્યા છે. મોરબી તાલુકાના જોધપર(નદી) ગામના સરપંચ મુકેશભાઈ બરાસરા, ઉપસરપંચ જયેશભાઇ હોથી દ્વારા વધુમાં વધુ ગ્રામજનો કોરોના રસી લે તેવા પ્રયત્નો હાથ ધરતા ગામ મુકામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦% રસીકરણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને જાગૃત નાગરિકો બીજો ડોઝ પણ ક્રમશ: લઇ રહ્યા છે. રસીકરણ અભિયાનના પ્રથમ ચરણને પાર પાડવા સતત કામગીરી કરી અને સફળ બનાવનાર આરોગ્ય કર્મચારીઓ એવા દિલીપભાઈ દલસાનિયા, પિંકલબેન પરમાર, મકસુદભાઈ સૈયદ, હંસાબેન ઉભડીયા તથા જિલ્લા આરોગ્ય શાખાનો સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનોએ ખાસ આભાર વ્યક્ત કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..