મોરબી : મોરબી શહેરના સીટી બી ડીવીઝન પોલીસ મથકની હદમાં વિશિપરા વિસ્તારના સ્મશાન નજીક કાળિયો નામનો શખ્સ ખુલ્લી તલવાર લઈને નીકળી પડતા પોલીસે કાયદાનું ભાન કરાવી તલવાર મ્યાન કરાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વિશિપરા સ્મશાન નજીક રાજ બેકરી પાસે રાજેશભાઇ ઉર્ફે કાળીયો પ્રતાપભાઇ ડેણીયા, ઉ.વ.૩૭ નામનો શખ્સ સાંજના સમયે ખુલ્લી તલવાર સાથે નીકળી ભયનો માહોલ સર્જતાં તાબડતોબ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લઈ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ આરોપી કાળિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..