છેલ્લા છ વર્ષથી મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્ય કક્ષાના પારિતોષિક માટે પસંદગી મોરબી : પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિન 'શિક્ષક દિન' નિમિતે સરકાર દ્વારા શિક્ષણમાં જેમને ઉત્કૃષ્ટ કામગીરી કરીને બાળકોના ઘડતર,ભણતર,ગણતર અને ચારિત્ર્યના ચનતરમાં ઉત્તમ યોગદાન આપેલ છે એવા શિક્ષકોને મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે 'રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક''ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે છેલ્લા છ વર્ષથી મોરબીના શિક્ષકો રાજ્ય લેવલે ડંકો વગાડી રહ્યા છે જેમાં આ વર્ષે રાજપર શાળાના શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા શિક્ષકોમાં હરખની હેલી ઉઠી છે. મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા ગુણવતા યુક્ત શિક્ષણ આપી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવતા વર્ષ 2016થી દર વર્ષે મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતી આવે છે. જેમાં વર્ષ ૨૦૧૫માં કમલેશભાઈ એમ. દલસાણીયા ટીંબડી પ્રા.શાળા, વર્ષ ૨૦૧૬માં જીતેન્દ્રભાઈ પાંચોટીયા નવા મકનસર પ્રા.શાળા મોરબી, વર્ષ ૨૦૧૭ દિનેશભાઈ ડી.વડસોલા બી.આર.સી. કો. ઓર્ડીનેટર મોરબી, વર્ષ ૨૦૧૮માં મહેશભાઈ ગૌસ્વામી, તાલુકા શાળા નંબર - ૧ મોરબીની પસંદગી કરવામાં આવી હતી. એ જ રીતે વર્ષ ૨૦૧૯માં હર્ષદભાઈ પટેલ, શક્ત શનાળા પ્લોટ પ્રા. શાળા, વર્ષ ૨૦૨૦માં પ્રવિણભાઈ પટેલ, નવા ઘનશ્યામગઢ પ્રા.શાળા હળવદ, ધનજીભાઈ ચાવડા મેરૂપર પ્રા.શાળા હળવદ અને વર્ષ ૨૦૨૧માં દિનેશભાઈ એમ. ભેંસદડીયા, રાજપર તાલુકા શાળા મોરબીની પસંદગી કરવામાં આવતા છેલ્લા છ વર્ષથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદગી થવામાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનો ડંકો વાગી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં મોરબીના ગુણવત્તા લક્ષી શિક્ષણ કાર્યના ગુણગાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ગવાઈ રહ્યા હોય શિક્ષકોના ઉત્સાહમાં વધારો થવા પામ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..