મોરબી : મોરબી લીલાપર કેનાલ રોડ વનરાજ નળીયાના કારખાના સામે રોડ ઉપર અર્ટીગા ગાડીની હડફેટે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અર્ટીગા ગાડીના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ હણ (ઉ.વ.૧૮) ધંધો.પશુપાલન રહે. નવાગામ તા.જી.મોરબી) એ અર્ટીગા ગાડી નં. જીજે.૩૬.એફ.૮૪૩૪ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના સમયે મોરબી લીલાપર કેનાલ રોડ વનરાજ નળીયાના કારખાના સામે રોડ ઉપર ફરીયાદીના ઓળખીતા રાજાભાઈ આહીરને અર્ટીગા ગાડી નં. જીજે ૩૬ એફ ૮૪૩૪ના વાહન ચાલકે પોતાના હવાલા વાળી અર્ટીગા ગાડી પુર ઝડપે બેફીકેરાઈથી ચલાવી રાજાભાઈ આહીરને હડફેટે લઈ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી તથા માથામાં હેમરેજ જેવી ઈજા કરી વાહન ચાલક નાશી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..