મોરબી : મોરબીના વિશિપરા મેઈન રોડ ઉપરથી બી ડિવિઝન પોલીસે મેકડોવેલ નંબર વન બ્રાન્ડના વિદેશી દારૂની 12 બોટલ સાથે એક યુવાનને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ આપનાર શખ્સનું નામ ખુલતા સપ્લાયરને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂનો વેપલો કરતા સાહીલભાઇ મહમદભાઇ લધાણી, ઉંવ ૨૦, રહે.વાવડીરોડ લોમજીવન સોસયટી વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂ નંગ 12 કિંમત રૂ.4500 સાથે ઝડપી લીધો હતો અને આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો સાજીદભાઇ કાદરભાઇ લધાણી, રહે.સ્મશાન રોડ સ્મશાન પાસે વીસીપરાવાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી હતી. આ મામલે સીટી બો ડિવિઝન પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી સાજીદને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી રૂ. 4500ની કિંમતનો દારૂ કબ્જે કર્યો છે. આ કેસની વધુ તપાસ બી ડિવિઝન હેડ કોન્સ્ટેબલ ડી.એચ.બાવળીયા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..