મોરબી જિલ્લામાં કાલે મેગા વેકસીનેશન : 138 સ્થળો માટે 13,520 ડોઝ ફાળવાયા

- text


આજે જિલ્લામાં કુલ 5,790 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે જિલ્લાના 138 સ્થળોએ મેગા વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વેકસીનેશન માટે 13520 ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં કુલ 5790 લોકોનું વેકસીનેશન કરાયું હતું.

મોરબી જિલ્લામાં હવે વેકસીનેશન ખૂબ ઝડપી બનાવવાના આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેથી વેકસીનેશનની પ્રક્રિયામાં ઘણી જ ગતિ આવી છે. ખાસ કરીને હમણાંથી વધુ ડોઝ ફાળવતા હોવાથી સ્થળો પણ વધારી દેવામાં આવ્યા છે. જન્માષ્ટમી પછી વેકસીનેશનના ડોઝ ઘણા વધી જતાં વેકસીનેશનનું સ્તર ઘણું જ ઊંચું આવ્યું છે. હવે સ્થળો પણ ઘણા જ વધી ગયા છે. જેમાં આવતીકાલ સોમવારે મોરબી જિલ્લામાં મેગા વેકસીનેશન માટે કોવીશિલ્ડ અને કોવેકસીન મળીને કુલ 13520 ડોઝ ફાળવાયા છે.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલે 138 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં 45 પ્લસમાં 1201 અને 18 પ્લસમાં 4574 અને ખાનગીમાં 15 મળીને કુલ 5790 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જો કે હવે વેકસીનેશનમાં વારો ન આવતો હોવાની કડાફૂટે પીછો છોડ્યો છે અને લોકોમાં પણ વેકસીનેશન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text