મોરબી : મોરબીના ઇડન ગાર્ડનમાં દસ વર્ષનું બાળક રમતા રમતા પડી જતા સારવારમાં રાજકોટ ખસેડાયા બાદ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ ઇડન ગાર્ડનમાં રમતા - રમતા પાંચમા માળેથી પડી જતા શિસપાલ કેલસીંગ બામણીયા (ઉ.વ.૧૦ રહે.મોરબી ક્રિષ્ના સ્કુલ પાસે ઇડન ગાર્ડન) નામના બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે એડી નોંધી છે અને આ મામલે સીટી એ ડિવિઝન ASI એન.એસ.લાવડીયા તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..