હળવદના ડુંગરપુર ગામના ઢોળા પાસેની ઘટનામાં બોલેરો કાર ચાલક સામે નોંધાઈ ફરિયાદ હળવદ : હળવદના ડુંગરપુર ગામના ઢોળા પાસે બોલેરો કારની હડફેટે બાઈકસવારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ બોલેરો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હરેશભાઇ મનજીભાઇ સારલા (ઉ.વ.૫૨, રહે હાલ ગામ શીવપુર નભાભાઇ પટેલની વાડીએ તા.હળવદ) એ બોલેરો ગાડી નં.જી.જે.૩૬-ટી-.૭૯૪૩ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૦ ઓગસ્ટના રોજ ડુંગરપુર ગામના ઢોળા પાસે જાહેર રોડ ઉપર આરોપીએ પોતાની બોલેરો બેદરકારી પુર્વક ચલાવી ફરીયાદીના દિકરા વિરમના મોટર સાયકલ નં.જી.જે.૦૩-ઇ.એફ.૩૬૦૨ વાળા સાથે સામેથી અથડાવી દઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી ભાગી ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..