એક પક્ષે એટ્રોસીટી અને સામેના પક્ષે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરના માટેલમાં જુના ઝઘડા મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પક્ષે એટ્રોસીટી અને સામેના પક્ષે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બાબુભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.માટેલ, સહકારીમંડળી સામે તા.વાંકાનેર) એ આરોપી બળદેવભાઇ કેહરભાઇ ઘેણોજા (રહે.માટેલ તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ સવારના સમયે માટેલ ગામે ફરિયાદીના ઘર પાસે આરોપીએ નંબર પ્લેટ વગરનુ મોટર સાયકલ પર આવી ફરીયાદીની રીક્ષા પાસે ઉભુ રાખી આરોપી તથા ફરીયાદીના કુટુમ્બીઓને અગાઉ થયેલ ઝગડાનું મનદુખ રાખી ફરીયાદીને જેમ ફાવે તેવી ભુંડી ગાળો આપી ફરીયાદીને જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કરી ગુન્હો કરતા તેઓએ આરોપી સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. સમાપક્ષે ફરિયાદી બળદેવભાઇ કેશરભાઇ ઘેણોજા (ઉવ.૩૭ ધંધો.ખેતી રહે.માટેલ, શીતળા ધાર તા.વાંકાનેર) એ આરોપી બાબુભાઇ છગનભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, માટેલ ગામે આરોપીના મકાન પાસે જાહેર રોડ ઉપર આરોપીના ભાઇ સાથે ફરીયાદીને અગાઉ ઝગડો થયેલ હોય તેનુ આરોપીએ મનદુ:ખ રાખી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..