વેપારીની ફરિયાદના આધારે એક શખ્સ સામે નોંધાયો ગુન્હો હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડના વેપારીને ડરાવી ધમકાવી એક શખ્સે તેમની પાસે રૂ.90 લાખની ખંડણી માંગી હોવાનો ચોકવનારો બનાવ સામે આવ્યો છે. આ શખ્સે વેપારીની દુકાને જઈ ડરાવી ધમકાવીને ખંડણી માંગતા વેપારી ડઘાઈ ગયા હતા. બાદમાં આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ હળવદ તાલુકાના રાયસંગપરના વતની અને હળવદના વસંત પાર્કમાં રહેતા તેમજ હળવદના માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉ.વ.૩૭) એ આરોપી સામે યશપાલસિંહ ઝાલા (રહે. કોંઢ, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગત તા.૩ ના રોજ હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવેલી પોતાની દુકાને હતા. ત્યારે આરોપી તેમની દુકાને આવ્યો હતો અને વેપારીને આરોપીએ મારી નાખવાની ધમકીનો ભય બતાવી રૂ. ૯૦,૦૦,૦૦૦ ની માંગણી કરી ગેરકાયદેસર ખંડણી માગી બળજબરીથી કઢાવી લેવા માટે ધમકી આપી હતી. આરોપીની આવી હરકત જોઈને વેપારી ડઘાઈ ગયા હતા. બાદમાં તેઓએ આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ ૩૮૭ મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.જી.પનારા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..