ગોડાઉનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, છની ધરપકડ

- text


એલ.સી.બી. એ ટંકારા ખાતે ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં જુગારની રેઇડ કરી છ આરોપીઓને રૂ. ૭૨,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા

ટંકારા : મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે આજે બાતમીના આધારે ટંકારા નજીક ગોડાઉનમાં ધમધમતું જુગારધામ ઝડપી લીધું હતું. જેમાં એલ.સી.બી. એ ટંકારા ખાતે ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં જુગારની રેઇડ કરી છ આરોપીઓને રૂ.૭૨,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એલસીબીની ટીમ જિલ્લામાં પ્રોહી તથા જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એલ.સી.બી. ના પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને અગાઉથી ચોકકસ હકિકત મળેલ કે, રોહીતભાઇ અમરશીભાઇ, ટંકારા રાજકોટ રોડ લતીપર ચોકડી પાસે, આવેલ પોતાના કબજા ભોગવટા વાળા ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોર્લીસનો જુગાર રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ હકિકત આધારે આજે તે જગ્યાએ એલસીબીએ રેઇડ કરતા આરોપીઓ રોહીતભાઇ અમરશીભાઇ ડાકા, મનોજ પ્રાગજીભાઇ ફેફર, દિપક રાણાભાઇ ઝાપડા, બીપીન અમરશીભાઇ ચૌધરી, ઉમેશ ભીખાભાઇ બાબરીયા, ભુપતભાઇ છગનભાઇ ધોડાસરા રોકડ રૂપીયા રૂ.૭૨,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે આ છ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો જીસ્ટર કરાવ્યો છે.

- text

પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી તથા HC સંજયભાઇ મૈયડ, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, PC વિક્રમભાઇ કુંગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, સતીષભાઇ કાંજીયા સહિતનાએ આ જુગારની રેઇડની કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text