જે રસીકરણ કેન્દ્ર ઉપર બીજો ડોઝ મુકાવ્યો ત્યાં રસીકરણ જ બંધ છે!! જબરા ગોટાળા મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં કોરોના વેકસીનેશનમાં ઘાલમેલ ચાલતી હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે ત્યારે ગઈકાલે મોરબીના એક યુવાને કોરોના રસીનો બીજો ડોઝ લીધો ન હોવા છતાં મોબાઈલમાં સર્ટિફિકેટ આવી જતા હવે બીજો ડોઝ કેમ લેવો તેની મૂંઝવણ યુવાનને સતાવી રહી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે બીજો ડોઝ જ્યાં મુકાયો હોવાનું સર્ટિફિકેટમાં નોંધાયું છે ત્યાં રસીકરણ જ નથી થતું. છતાં પણ બીજા ડોઝની નોંધ આવતા એકને બદલે બીજાને કોરોના રસી આપવામાં આવતી હોવાના કૌભાંડની બૂ આવી રહી છે. મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતા મનોજકુમાર ગોરધનભાઈ હડવદીયાએ જણાવ્યું હતું કે, અગાઉ લાલપર પીએસસી ખાતે કોરોના વેકસીનનો તેઓએ પ્રથમ ડોઝ લીધો હતો હવે બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવાથી બીજા ડોઝ માટે તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બે દિવસ પહેલા બીજો ડોઝ લેવા જવાના હતા. પણ કોઈ કામસર તેઓ જઈ શકયા ન હતા. પણ જે દિવસે બીજો ડોઝ લેવાનો હતો તે દિવસે ડોઝ ન લીધો હોવા છતાં સાંજે તેમના મોબાઈલમાં બીજો ડોઝ લઈ લીધાનું સર્ટિફિકેટ આવી ગયું હતું. હકીકતમાં તેઓએ બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટિફિકેટ આવી જતા તેઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું, બીજા ડોઝ લેવાનું જે સ્થળ બતાવ્યું છે તે વિધુતનગરના આગણવડી ખાતે રસીકરણ કેન્દ્ર બંધ છે. જો કે ત્યાં એક મહિનાથી વેકસીનેશન બંધ છે અને કદાચ કોઈ કર્મચારી આવે તો વૃક્ષ નીચે બેસીને વેકસીન આપીને જતા રહે છે. આથી તેઓ બીજો ડોઝ લેવા માટે જાય છે. પણ સર્ટિફિકેટ હોવાથી વેકેશન આપતા નથી. તેથી આ યુવાન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ બાબતથી વેકસીનેશનમાં જબરા ગોટાળા હોવાનું બહાર આવ્યું છે. તેથી આ યુવાનને બદલે બીજા કોઈને રસી આપી દીધી હોય હોવાથી ભારે વેકસીનેશન ઘાલમેલ થતી હોવાની ગંધ આવી રહી છે. ત્યારે ખરેખર વેકસીનેશનમાં ગોટાળા કે કૌભાંડ છે તે અંગે સંબધિત તંત્ર યોગ્ય તપાસ કરે તે જરૂરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..