આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ લક્ષ્યાંક પૂર્ણ કરવા સાંધ્ય રસીકરણ કેન્દ્રો કાર્યરત મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ ઝડપી અને સુગમ બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા આજે સાંજે 7થી 9 દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ સહીત 14 સ્થળે કોરોના રસીકરણ કરવા જાહેર કર્યું છે. મોરબી જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકોને ઝડપભેર કોરોના રસીકરણ માટે આરોગ્ય વિભાગે દૈનિક ડોઝની માત્રામાં વધારો કરવાની સાથે આજે સાંધ્ય રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવા જાહેર કર્યું છે. જે અંતર્ગત સાંજે 7થી 9 દરમિયાન 1. ઉમા હોલ, રવાપર 2. અર્બન હેલ્થ સેન્ટર, ગોકુલનગર 3. દીપ્તિ હેલ્થ સેન્ટર, વિસિપરા, 4. અર્બન હેલ્થ સેન્ટર, વિસિપરા 5. ઉમા ટાઉનશીપ, સામે કાંઠે 6. અર્બન હેલ્થ સેન્ટર, સો ઓરડી 7. આંગણવાડી હુડકો, કાલિકા પ્લોટ 8. અર્બન હેલ્થ સેન્ટર, લીલાપર રોડ (પરસોતમ ચોક) 9. સબ સેન્ટર, રવાપર 10. સિવિલ હોસ્પિટલ, મોરબી 11. સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, વાંકાનેર 12. સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, હળવદ 13. સામુહિક આરોગ્ય કેન્દ્ર, જેતપર અને 14. સામુહિક આરોગ્ય કેન્દ્ર, ટંકારા ખાતે નાગરિકોને કોરોના વેક્સિનેશ મૂકી આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..