મોરબીના ઊંચી માંડલ ગામ પાસેની કરુણ ઘટનાથી મૃતકના પરિવારમાં અરેરાટી મોરબી : મોરબીના ઊંચી માંડલ ગામ પાસે નીકળતી કેનાલમાં ડૂબી જવાથી દસ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી હતભાગી બાળકના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉચી માંડલ ગામ પાસે આવેલ ઓરાબોરા સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મંગીલાલ વ્યાસજીના દસ વર્ષના પુત્ર રાજપાલભાઇ મંગીલાલ વ્યાસજીની ડેડબોડી ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. જે.પી.કણસાગરાએ જણાવ્યું હતું, ગઈકાલે આ હતભાગી બાળક ઊંચી માંડલ ગામ પાસે નીકળતી કેનાલ પાસે રમતો હતો અને કેનાલમાં ન્હાવા પડતા તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..