એલઇડી લાઈટનો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની કોઈ કામગીરી ન કરતી હોવાની રાવ સાથે ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબી શહેરમાં અગાઉ વીજ બચત માટે નગરપાલિકા દ્વારા એક કોન્ટ્રાક્ટ કંપની મારફત એલઇડી લાઈટો નાખી હતી. જેમાંથી ઘણી લાઈટો દિવસે ચાલુ રહેતી હોય તેમજ સંખ્યાબંધ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ સંદર્ભે નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેને કોન્ટ્રાક્ટ કંપનીને લાઈટોનું રીપેરીંગ કરવાની તાકીદ કરી હતી. કોન્ટ્રાક્ટર ખુદ પાલિકાના રોશની વિભાગના ચરેમને ગાંઠતો ન હોય તેમ કાર્યવાહી કરવાની કોઈ દરકાર કરી નથી. મોરબી નગરપાલિકાની રોશની વિભાગના ચેરમેન માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારિયાએ ચીફ ઓફિસરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબી શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા એક કોન્ટ્રાક્ટ કંપનીએ નવી એલઇડી લાઈટો નાખી હતી. અને આ એલઇડી લાઈટોનું પાંચ વર્ષ સુધી મેઇન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પણ પાંચ વર્ષ પુરા થાય એ પહેલાં જ ઘણા વિસ્તારોમા લાઈટો બંધ થયાની ફરિયાદ ઉઠી છે અને ઘણી જગ્યાએ લાઈટો 24 કલાક ચાલુ રહે છે. લાઈટો બંધ થયાની લોકોની ફરિયાદ અંગે તેઓએ જવાબદાર કોન્ટ્રાક્ટ કંપનીને લાઈટોનું યોગ્ય રીપેરીંગ કરવાની તાકીદ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, લાઈટો બંધ થઈ હોય એનું યોગ્ય રીપેરીંગ કરવા કોન્ટ્રાક્ટ કંપની, અધિકૃત પ્રતિનિધિ તેમજ કોન્ટ્રાક્ટરનું વારંવાર ધ્યાન દોરવા છતાં આ કામગીરી કરવાની કોઈ તસ્દી લેવાય નથી. છેલ્લા ઘણા સમયથી લાઈટો બંધની ફરિયાદો આવતી હોય અને કોન્ટ્રાક્ટર ધ્યાન ન દેતો હોવાથી તેઓને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. આથી આ લાઈટોનું વહેલીતકે રીપેરીંગ થાય તે માટે જવાબદારો સામે ઘટતી કાર્યવાહી કરવાની તેઓએ ચીફ ઓફિસર સક્ષમ રજુઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..