મોરબી અપડેટમાં ગઈકાલે સાંજે પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે વીજતંત્ર દોડ્યું બાવળ પણ કાપ્યો અને નવો થાંભલો પણ નાખ્યો મોરબી : મોરબી શહેરના સામાકાંઠે જિલ્લા કલેકટર ઓફિસ નજીક હેવી વીજલાઇનના વીજપોલ વચ્ચે બાવળીયો ઉગી નીકળવા અંગે મોરબી અપડેટ દ્વારા હવે વીજળી સાથે બાવળના પૈડીયા ફ્રી મથાળા સાથે અહેવાલ પ્રસિદ્ધ કરતાની સાથે જ વીજતંત્ર દોડતું થયો છે અને કલાકોના સમયગાળામાં જ આજે બાવળ કાપી નાખી નવો વીજ થાંભલો પણ ફિટ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે વીજ ગ્રાહકોને વીજળી સાથે બાવળના પૈડીયા નહીં મળી શકે!!! મોરબી શહેરના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર નવા જિલ્લા સેવા સદન નજીક પોટરી તાલુકા શાળાની બાજુમાં આવેલ વિજપોલની વચ્ચેથી બાવડ ઉગી નીકળ્યા હોવા છતાં વર્ષોથી વીજતંત્ર દ્વારા આ નડતરરૂપ બાવળ કાપવાને બદલે બાવળને પોષણ આપતું હોય તેમ બાવળ કાપવામાં ન આવતા આ ગાંડો બાવળ ખરેખર ગાંડો બનીને આખેઆખા થાંબલાને પોતાની ગિરફ્તમાં લઈ લીધો હતો. બીજી તરફ બાવળના થડ વીજ થાંભલાની આરપાર નીકળી જવાની સાથે આ વૃક્ષ વિજપોલને વિટાઈને મોટું થઈ જતા વીજપોલને પણ નુકશાન કર્યું હતું જેથી આ 11 કિલો વોટ વીજભાર વહન કરતો વિજપોલ જોખમી બન્યો હતો. જો કે, મોરબી અપડેટના અહેવાલને પગલે વીજતંત્રએ 24 કલાક કરતા વહેલા સમયમાં જ બાવળને દૂર કરી નાખ્યો છે અને વીજપોલને પણ બળી નાખતા મોટા અકસ્માતનું જોખમ ટળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..