મોરબી : સાતમ આઠમના તહેવારો પુરા થઈ ગયા હોવા છતાં કેટલાક પતાપ્રેમીઓની જુગાર રમવાની કુટેવ ન છૂટતા પોલીસે પણ આ જુગારની બદી દૂર કરવા કકડ હાથે કામ લીધું છે. જેમાં ગઈકાલે મોરબી પોલીસે બે સ્થળે દરોડા પાડી જુગાર રમતા 3 મહિલા સહિત 9 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ગઈકાલે ટીંબાવાળી મેલડી માં જવાના રસ્તે કાનાભાઇ ખાંભળીયાના ઘરની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ વાસ્કુરભાઇ ઉર્ફે વાસુરભાઇ વિશુભાઇ ધાધલ, વિજયભાઇ નટુભાઇ સનુરા, અશ્વિનભાઇ સાદુરભાઇ વાણીયા, જયેશભાઇ મોહનભાઇ પરડવાને રોકડા રૂ. ૮,૫૬૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામા જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ બટુકભાઇ હીરાભાઇ ચાવડા, દિનેશભાઇ લધુભાઇ ચાવડા, જેતુનબેન ફહૈદરભાઇ જેડા, ભાનુબેન બટુકભાઇ ચાવડા, ગીતાબેન દિનેશભાઇ ચાવડાને રોકડા રૂ. ૧,૮૦૦ સાથે ઝડપી આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..