સ્થાનિક સ્કૂલોના સંચાલકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હજારો વિદ્યાર્થીઓના આરોગ્યના હિત માટે વહેલી તકે શાક માર્કેટ અન્યત્ર ખસેડવાની માંગ કરી મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઓમ શાંતિ વિદ્યાલય પાસે સવારે ભરાતી શાક માર્કેટમાં ભીડને કારણે આજુબાજુ સ્કૂલોના વિદ્યાર્થીઓનું આયોગ્ય જોખમમાં મુકાઈ એવી દહેશત સાથે સ્થાનિક સ્કૂલોના સંચાલકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હજારો વિદ્યાર્થીઓના આરોગ્યના હિત માટે વહેલીતકે શાક માર્કેટ અન્યત્ર ન ખસેડવાની માંગ કરી છે. તેમ છતાં શાક માર્કેટ અન્યત્ર ન ખસેડાઇ તો આંદોલન ચીમકી આપી છે. મોરબીમાં કોરોના કાળ દરમિયાન નહેરુ ગેઇટ ચોકમાં વહેલી સવારે ભરાતી શાક માર્કેટને જે તે સમયે તંત્ર દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઓમ શાંતિ વિધાયલ તેમજ ઓમવીવીઆઈએમ કોલેજ અને ડૉ.ભાડેશિયાના દવાખાના સામેના મેદાનમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આ સ્થળ આસપાસ અનેક સ્કૂલો કોલેજો આવેલી છે. આથી આ વિસ્તારની શૈક્ષણિક સંકુલ તરીકે ગણના થાય છે ત્યારે હવે શાળા-કોલેજો ખુલી જતા આ વિસ્તારમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. ત્યારે આ શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં ભરાતી શાક માર્કેટ વિદ્યાર્થીઓના આરોગ્ય માટે જોખમકારક સાબિત થાય તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. એક તો શાળાએ આવતા બાળકોએ હજુ વેકસીન લીધી નથી. ત્યારે શાક માર્કેટમાં ભારે ભીડ થતી હોય અવરજવર દરમિયાન બાળકોને કોરોના થવાની ભીતિ રહે છે. આ ઉપર શાક માર્કેટમાં આવતા લોકો આડેધડ વાહન પાર્કિગ કરે છે. તેથી વિદ્યાર્થીઓને અવરજવર માટે મુશ્કેલી ઉભી થાય છે. આવા સંજોગોમાં અહીં ઇમરજન્સી દર્દી હોસ્પિટલ ન પહોંચી શકે તેવી ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ છે. આથી સ્થાનિક સ્કૂલોના સંચાલકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હજારો વિદ્યાર્થીઓના આરોગ્યના હિત માટે વહેલીતકે શાક માર્કેટ અન્યત્ર ન ખસેડવાની માંગ કરી છે. તેમ છતાં ઓમ શાંતિ વિદ્યાલય પાસે ભરાતી શાક માર્કેટ અન્યત્ર ન ખસેડાઇ તો આંદોલન કરવાની ચીમકી આપી છે.