મોરબી : ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય હિસાબી સેવા (બિન રાજ્યપત્રિત) કર્મચારી મંડળ ગાંધીનગરની રાજ્ય કક્ષાની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારના નાણા વિભાગ હેઠળના હિસાબ અને તિજોરી ખાતાનાં વર્ગ ૩ ના કર્મચારીઓ દ્વારા ચૂંટવામા આવેલ રાજ્યભરના કન્વીનરો દ્વારા મતદાન કરવામા આવ્યું હતુ. આ ચુંટણીમાં સહમંત્રી પદ માટે મોરબીની સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના સબ ઓડિટર દિવ્યરાજસિંહ ડી.જાડેજા ૮૦% (૬૩/૮૧) મતો મેળવી વિજેતા ઉમેદવારોમા સૌથી વધુ મતો મેળવી રાજ્ય કક્ષાના કર્મચારી મંડળના હોદ્દેદાર તરીકે ભારે બહુમતીથી વિજયી થયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..