મોરબી : ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત અને કોવીડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય સેક્ટરના ટુંકાગાળાના વ્યવસાય તા.૦૧/૧૦/૨૦૨૧ થી શરુ કરવામાં આવશે. આઈ.ટી.આઈ.મોરબી ખાતે શરુ કરવાના થતા વ્યવસાય (૧) ગ્લેઝીંગ ઓપરેટર ( સિરામિક ) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ – ૫ પાસ છે. તથા વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. અને (૨) જનરલ ડ્યુટી આસીસ્ટન્ટ માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ છે. તથા વ્યવસાયનો સમય ગાળો ૪૨૦ કલાક છે. આઈ.ટી.આઈ.મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો.ઉમેદવાર NSQF શોર્ટ ટર્મ કોર્ષ અંગેની માહિતી તેમજ વિગતો GSDM પોર્ટલ ની વેબસાઇટ http://skill.gujarat.gov.in પરથી પણ મેળવી શકશે. ઉમેદવારે ઉપર મુજબના વ્યવસાયોમાં તાલીમ મેળવવા માટે ટ્યુશન ફી માસિક માત્ર રૂ. ૫૦/- તથા પરીક્ષા ફી રૂ. ૫૦/- ભરવાની રહેશે. જેમાં SC/ST/BPL/PH તેમજ મહિલા ઉમેદવારો માટે ટ્યુશન ફી નિશુલ્ક નિયત કરવામાં આવેલ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે હાલ ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરવામાં આવેલ છે.જેમાં રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના (૧) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૨) છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ( ૩) એસ.એસ.સી/ એચ.એસ.સી માર્કશીટ (૪) જાતીનુ પ્રમાણપત્ર (૫) BPL કાર્ડ ( જો લાગુ પડતું હોય તો) (૬) આધારકાર્ડ, શાળાનું આઈ કાર્ડ/ ચૂંટણીકાર્ડ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે ૯૭૭૩૦ ૩૮૫૪૧, ૮૩૨૦૧ ૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવો જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી/ સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયોમાં તાલીમ લેવા આચાર્ય આઈ.ટી.આઈ. મોરબી દ્વારા અનુરોધ કરવામા આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..