મોરબી : મોરબીમાં જિલ્લા પોલીસ વડાના લોકદરબારમાં મળેલી યુવાનની ફરિયાદના આધારે પોલીસે 11 શખ્સો સામે વ્યાજખોરી બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આરોપીએ પોતાના વકીલ મારફત કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે તેને મંજુર કર્યા હોવાનુ જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સોરઠ વંથલીના વતની અને હાલમાં મોરબીના ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયાએ વ્યાજખોરી બદલ 11 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં સામેલ ભગીરથસિંહ જે. જાડેજાએ પોતાના વકીલ યોગરાજસિંહ જાડેજા મારફત આગોતરા જામીન માટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી. વકીલ યોગરાજસિંહ જાડેજાની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે ભગીરથસિંહના આગોતરા જમીન મંજુર કરી દીધા હોવાનું યાદીમાં જણાવાયું છે. એડવોકેટ યોગરાજસિંહ જાડેજા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..