મોરબી : પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના અવસરે મોરબીના લાતીપ્લોટ સ્થિત લીમડાવાળા મામાદેવ મંદિરે બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-6માં મુનનગર ખાતે આવેલ પ્રસિદ્ધ લીમડાવાળા મામાદેવના મંદિર ખાતે શ્રાવણી અમાસના પવિત્ર દિવસે આગામી તા.6ના રોજ બરફના શિવલિંગ બનાવી અમરનાથ દર્શનનું આયોજન કરેલ છે. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..