મોરબી : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ આગામી તા.6ને સોમવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પુરી તાકાતથી લડવા આમ આદમી પાર્ટીએ તમામ તૈયારીઓ કરી લીધી છે ત્યારે ગત મહિને આમ આદમી પાર્ટીના મહેશ સવાણી મોરબીની મુલાકાતે આવી કાર્યકર્તા હોદેદારોને કામે લાગી જવા મહત્વની ટિપ્સ આપીને ગયા બાદ આગામી તા.6ને સોમવારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ મોરબી મુલાકાત દરમિયાન રવાપર -ધુનડા રોડ ઉપર આવેલા ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ ખાતે સવારે 10 કલાકે કાર્યકર્તાઓ અને હોદેદારો સાથે વિચાર વિમર્શ કરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..