રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું સંયુક્ત આયોજન 148 લોકોના નેત્રમણી ઓપરેશન કરાશે મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૩૬૦ દર્દીઓએ લાભ લીધો હતો. ઉપરાંત ૧૪૮ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન પણ કરવામાં આવનાર છે. આ નેત્રયજ્ઞ કેમ્પમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, પાટીદાર અગ્રણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજ ભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. દર મહીનાની ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૧ શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૬૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૪૮ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. હવેથી દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. હવે પછી કેમ્પનો લાભ લેવા માટે આગામી તા. ૪-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન શહેરના જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતમાસમા યોજાયેલ કેમ્પમા કુલ ૩૦૨ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ ૧૧૩ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમા કુલ ૩૬૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ કુલ ૧૪૮ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. તેમ પ્રમુખ- જલારામ સેવા મંડળ અને મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..