રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરતું બી ડિવિઝન મોરબી : મોરબીના વિશિપરામાં સીએનજી રીક્ષામાંથી રૂ. 37 હજારના વિદેશી દારૂ - બિયરનો જથ્થો મળી આવતા પોલીસે રીક્ષાચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરામાં જીજે 36ટી 0179 નંબરની સીએનજી રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ 36 કિંમત રૂ. 13,500 અને બિયર નંગ 240 કિંમત રૂ. 24000 પકડી પાડી આ તમામ મુદ્દામાલ સાથે સીએનજી રીક્ષા મળી કુલ રૂ. 87,500નો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ એ.એ.જાડેજા, હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, ભગવાનભાઈ ખટાણા, કોન્સ. ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મૂંધવા, દેવશીભાઈ મોરી, ઇકબાલભાઈ સુમરા અને કેતનભાઈ અજાણા સહિતના રોકાયેલ હતા.