રૂપિયા દોઢ લાખના ખર્ચે વાઘગઢ ગામના પાટિયાથી અંદાજે ત્રણ કિમી સુધી 250 વૃક્ષનું વાવેતર કર્યું મોરબી : કોરોના મહામારી સમયે ઓક્સિજનની કિંમત સૌ કોઈને સમજાઈ છે ત્યારે વાઘપર ગામના યુવાને અનેરી પહેલ કરી સ્વખર્ચે વાઘપરને હરિયાળું બનાવવા દાદા-દાદીની સ્મૃતિમાં દોઢ લાખના ખર્ચે 250 વૃક્ષનું વાવેતર કરી ઉછેર કરવા સંકલ્પ કર્યો છે. વાઘપર ગામના ઉદ્યોગપતિ અને પ્રકૃતિપ્રેમી યુવાન યોગેશભાઈ છત્રોલાએ પોતાના પૂજ્યદાદા અને પૂજ્ય બાની સ્મૃતિમા તેમની જન્મભૂમિમાં જીવન પર્યન્ત ઓક્સિજનની ખોટ ન સાલે તે માટે ઋષિતુલ્ય વૃક્ષોનું વરસાદના વધામણાની સાથેજ વાઘગઢ ગામના પાટિયાથી અંદાજે ત્રણ કિમી સુધી 250 વૃક્ષનું વાવેતર કરવામાં આવેલ છે. અંદાજે 1,50,000 એક લાખ પચાસ હજારનો ખર્ચ કરવાની સાથે યોગેશભાઈએ આગામી ત્રણ વર્ષ સુધી આ વૃક્ષોને ઉછેરવાની પણ વ્યવસ્થા પણ કરી છે. આ શ્રમયજ્ઞમા વાધગઢના સરપંચ વલ્લભભાઈ બારૈયા, રામજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા, અમરશીભાઈ બારૈયા, રમેશભાઈ સીણોજીયા, શિક્ષક દેવેન્દ્રભાઈ ફેફર તથા નવનીતભાઈ ફેફર ભારે મહેનત ઉઠાવેલ હતી. ઉલ્લેખનીય છે કે, સમસ્ત વાઘગઢ ગામ અને પ્રાથમિક શાળાએ સાથે મળીને પુષ્કળ વનીકરણ કરવાનો દ્રઢ સંકલ્પ કરી ગ્રીનગામ વાધગઢ ગામ કરવાનું નકકી કરેલ.છેલ્લા દસ વર્ષમાં અંદાજે અહીં 4000 વૃક્ષો ઉછેરવાનું સદભાગ્ય પણ વાધગઢ ગામને મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..