સામાકાંઠા વિસ્તારમાં આઠ-દસ દિવસ પહેલા બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ સામે આવેલ કેસરી મોટર ગેરેજના તાળા તોડી અજાણ્યા તસ્કર દ્વારા રીપેરીંગમાં આવેલ અંદાજે ચારેક લાખની કિંમતની મારૂતિ અર્ટિકા કારની ચોરી કરીને લઈ જતા આઠ દસ દિવસ પૂર્વેની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ સામે ગેરેજ ધરાવતા વિરલભાઇ કિરીટભાઇ માકાસણા (રહે. ગામ-ચરાડવા, તા.જી.મોરબી)ના ગેરેજના દરવાજાની ઇન્ગલ તોડી ઓફીસ અંદર રાત્રીના સમયે પ્રવેશ કરી ટેબલના ખાનામા રાખેલ અર્ટીગા ગાડીની ચાવી ચોરી કરીને અર્ટીગા ગાડી રજી નં. જી.જે.૦૩.એચ.કે.૩૮૭૭ સને ૨૦૧૪ ના મોડેલની જેના એન્જીન નં. D13A5120889 ચેચીસ નં. MA3FLEB1S00323862 વાળી જેની કિ.રૂ. ૪,૦૦,૦૦૦ વાળી ગાડી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.22 ઓગસ્ટના રોજ ઉઠાવી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે વિરલભાઈ માકાસણાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૦, ૪૫૭ મુજબ ગુન્હો નોંધી તસ્કરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..