મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓમાં જવાબદારીઓનું વહન કરી સેવાકાર્યો કરતા મનસુખભાઇ રબારીની કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. સામાન્ય માલધારી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મનસુખભાઈ રબારીએ ટીવાયબીએ સુધીનો અભ્યાસ કરી નાની ઉંમરમાં જ સામાજિક જવાબદારીઓ સંભાળી છે. તેઓને બેલા ગ્રામ પંચાયતમા સરપંચ તરીકે પણ ગ્રામજનોની સેવા કરવાનો મોકો મળ્યો. રબારી માલધારી સમાજની આગેવાનીમાં સમુહ લગ્ન, સરસ્વતી સન્માન સમારોહ જેવા કાર્યક્રમોમા તેઓએ હંમેશા પોતાનુ યોગદાન આપ્યુ છે. તેઓ અનેક સંગઠનો બનાવી સમાજમા શિક્ષણ અને સંગઠન માટે કંઈક કરી છુટવાની ભાવનાની સાથે હર હંમેશા તૈયાર રહ્યા છે. તેઓએ નાના એવા બેલા ગામમા નાની બચત વડવાળા બચત મંડળી ચાલુ કરી, તેમા ઘણા યુવાનોના સાથ સહકારથી પાચ વર્ષમા તે મંડળી ધંધાકિય રીતે આર્થિક રીતે બહુ સારી રીતે સફળ રહી છે. તેઓનો ખાસ ઉદ્દેશ શિક્ષણ છે જેમા મોરબી જિલ્લા ગોરસ સંસ્થાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ હાલ નિભાવી રહ્યા છે તેમજ ગોરસ બ્લડ ગ્રુપ પણ ચલાવી રહ્યા છે. તેઓએ જિલ્લા કોગ્રેસ સમિતિ માલધારી સેલના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી છે.