ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષપદે આ કાર્યક્રમ યોજાશે મોરબી : 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન છે. ત્યારે શિક્ષકોના આદર અને સત્કાર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની વીસી હાઈસ્કૂલમાં 5 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 9-30 કલાકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષપદે યોજાનાર આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શીહોરા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, ડીડીઓ પી.જે. ભગદેવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..