મોરબી-વાંકાનેરમાં જુગારના ત્રણ દરોડામાં 15 પત્તાપ્રેમી ઝડપાયા

- text


પોલીસે શકત શનાળા, લક્ષ્મીનગર અને વાંકાનેરના ભીમગુડા ગામે દરોડો પાડી 34,600 રોકડા કબ્જે કર્યા

મોરબી : મોરબી પોલીસે શ્રાવણીયા જુગાર ઉપર તવાઈ ચાલુ રાખી શકત શનાળા, લક્ષ્મીનગર અને વાંકાનેરના ભીમગુડા ગામે દરોડો પાડી 15 પત્તાપ્રેમીઓને રૂપિયા 34,600ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે શકત શનાળા ગામે સત્ય પ્રજાપત કારખાના પાસે દરોડો પાડી (૧) વિક્રસિંહ વખુભા જાડેજા (૨) દિવ્યરાજસિંહ મનહરસિંહ જાડેજા (3) કનકસિંહ રણુભા જાડેજા અને (૪) ગજરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાને જુગાર રમતા ઝડપી લઇ રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦ કબ્જે કરી હતી.

મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામથી આગળ મોરબી માળીયા હાઇવે ઉપર આનંદ કોમ્પ્લેક્ષમાં રૂદ્રા કમાન ગેરેજ નામની દુકાનની બહાર જાહેરમાં જુગાર રમતા (૧) બલરામ રોશનલાલ યાદવ (૨) પુરણસિંગ સુરેન્દ્રસિંગ ખતરી (૩) સચિન હરીસચંન્દ્ર ઉપાધ્યાય (૪) પ્રવીણકુમાર ગણેશશંકર શુકલા અને (૫) રજનીશ રાજકરદા ત્રીવેદીને રોકડા રૂ. ૧૩,૭૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

જયારે ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ભીમગુડાગામના પાટીયા નજીક ખીમી વીરડી પાસે જાહેરમાં જુગાર રમતા (૧) જીવણભાઇ વીસાભાઇ ચારલા (૨)રૈયાભાઇ રૂખડભાઇ વીંજવાડીયા (૩) હીમતભાઇ ઉર્ફે ભોલાભાઇ ઉકાભાઇ વીંજવાડીયા (૪) મશરૂભાઇ કુકાભાઇ ચારલા (૫) ભાવેશભાઇ વરસીંગભાઇ સરાવાડીયા અને (૬) મનસુખભાઇ કુકાભાઇ ચારલાને રોકડ રૂ. ૧૦,૧૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text