બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી : મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે. મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની ૧૭મી સપ્ટેમ્બરે યોજાનાર બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના જે અધિકારીને લગત પ્રશ્નો સંકલનમાં લેવા રજુ થાય તે જ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..