આડા સંબંધમાં મહિલાને બળજબરીથી સાથે લઈ જવામાં કરી હતી હત્યા (અકબર બેલીમ) આમોદ : માળીયા તાલુકાના ખાખરેચી ગામે આડા સંબંધમાં મહિલાને બળજબરીથી સાથે લઈ જવાની બાબતે હત્યા કરી નાસી છૂટેલા આરોપીને ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગત તા.14 ઓગસ્ટના રોજ શારદાબેન રણજીતભાઈ બામેટિયા નામની મહિલાની હત્યા કરી ભુપત સવાભાઈ વડેચા (રહે.ઝીંઝૂવાડા, તા.દસાડા) અને તેનો સાગરીત ભાઈ નાસી છૂટ્યા હતા. જે દરમિયાન ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથક હેઠળ આવતી અડવાલ ચોકડી નજીક આરોપી ભુપત વડેચા અન્ય મહિલા સાથે શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળતા આમોદ પોલીસે ઝડપી લીધો હતો. બીજી તરફ આરોપી ભુપત વડેચા અંગે આમોદ પોલીસે ઇ ગુજકોપ પોકેટ એપ મારફતે તપાસ કરતા આરોપી મોરબી જિલ્લાના માળીયા તાલુકા પોલીસ મથક હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતો ફરતો હોવાનું માલુમ પડતા આમોદ પોલીસે આરોપીને હસ્તગત કરી માળીયા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..